દિલ્હી પોલીસે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી માટે NOC જારી કરી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ DCP રોહિત રાજબીર સિંહના જણાવ્યા અનુસાર, MCD એ 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી મેદાનની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી હતી. પોલીસે સુરક્ષા જરૂરિયાતો પર ચર્ચા કર્યા બાદ NOC જારી કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી હવે MCD સાથે મેદાન બુક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને રેલીની તૈયારીઓ શરૂ કરશે.