ગુરુવારે સાંજે ૫૬ વર્ષની વયે વરિષ્ઠ અભિનેતા મુશ્તાક ખાનનું નિધન થયું છે. 'વેલકમ', 'ગદર: એક પ્રેમ કથા', 'ગદર ૨' અને 'સ્ત્રી ૨' જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી ચૂકેલા મુશ્તાક ખાન કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ICUમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમના બિઝનેસ પાર્ટનરના જણાવ્યા અનુસાર, તેમને અગાઉ ફેફસાંનું કેન્સર થયું હતું અને તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ આઠ દિવસ પહેલાં રોગ ફરી વકરતાં અંતિમ તબક્કામાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.