ગુજરાતના 58 લાખ ખેડૂતો પર મોંઘવારીનો ડામ

250చూసినవారు
ગુજરાતના 58 લાખ ખેડૂતો પર મોંઘવારીનો ડામ
ગુજરાતના ખેડૂતો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે એનપીકે ખાતરની પ્રતિ થેલીના ભાવમાં 500 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે હવે એક થેલીનો ભાવ 1,950 થી વધીને 2,450 રૂપિયા થયો છે. અંદાજે 25 ટકાના આ તોતિંગ ભાવવધારાથી રાજ્યના 58 લાખથી વધુ ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બિયારણ અને દવાઓ બાદ હવે ખાતરના ભાવ વધતા ખેતી ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને લઈને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

సంబంధిత పోస్ట్