ગુજરાતના ખેડૂતો પર મોંઘવારીનો માર

672చూసినవారు
ગુજરાતના ખેડૂતો પર મોંઘવારીનો માર
ગુજરાતના 58 લાખ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. NPK ખાતરની પ્રતિ બેગ ભાવમાં રૂ. 500 નો જંગી વધારો ઝીંકાયો છે. આ નિર્ણયથી ખાતરની ગુણીનો ભાવ રૂ. 1,950 થી વધીને રૂ. 2,450 થઈ ગયો છે. 25% જેટલો મોટો ભાવવધારો થતાં ખેતીનો ઉત્પાદન ખર્ચ વધશે. રાજ્યના ખેડૂતો પર કૃષિ લોનનું દેવું રૂ. 74,000 કરોડ વટાવી ગયું છે. ખેડૂત સંગઠનોએ આ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવા અને વિશેષ રાહત પેકેજ આપવા માંગ કરી છે.

సంబంధిత పోస్ట్